🔥 TRENDING कार्तिक मेले में श्रद्धालुओं से Need 2... Drishti IAS Releases Daily Madhya Prad... बिहार में दवा दुकानों पर औषधि नियंत्रण... Sidhu Moosewala’s Father Balkaur Singh... रिम्स जमीन घोटाले में ACB की बड़ी कार्... Congress moves Constitution Protection...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લગ્નની લાલચ આપી યુવતી સાથે સંબંધ બાંધ્યાનો આક્ષેપ, ગર્ભપાત કરાવવામાં મદદ કરનાર બે મિત્રો સહિત ત્રણની ધરપકડ

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 22 Oct 2026, 11:56 AM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લગ્નની લાલચ આપી યુવતી સાથે સંબંધ બાંધ્યાનો આક્ષેપ, ગર્ભપાત કરાવવામાં મદદ કરનાર બે મિત્રો સહિત ત્રણની ધરપકડ

જૂનાગઢ / તાલાળા: અમરેલી જિલ્લાના એક ગામની યુવતી જૂનાગઢમાં અભ્યાસ માટે આવી હતી અને પોતાની બહેનપણી સાથે એક ખાનગી બિલ્ડિંગમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી હતી. મળતી માહિતી મુજબ, ગત એપ્રિલ મહિનામાં યુવતીનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram, WhatsApp અને Snapchat મારફતે તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના ફરાજ ઉર્ફે ઈમ્તિયાઝ કાદર સુમરા સાથે સંપર્ક થયો હતો.
આક્ષેપ મુજબ, યુવકે પોતે વાહનોની લે-વેચનો ધંધો કરતો હોવાનું અને અપરિણીત હોવાનું જણાવી યુવતીને લગ્ન કરીને જીવનભર સાથે રાખવાની ખાતરી આપી હતી. યુવતી તેની વાતોમાં આવી ગઈ હતી અને બંને વચ્ચે સંબંધ બંધાયો હતો.
📲Get App