🔥 TRENDING Unakoti District Launches JJM 2.0 Wate... Tripura CM attributes BJP's rising pop... India's First Organized Donkey Farm La... Himachal Pradesh Introduces Bill to Si... Himachal Pradesh to levy environmental... 12 killed in two separate road crashes...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતના વેસુમાં ઝઘડા બાદ યુવકને કેનાલમાં ધક્કો, ફાયર બ્રિગેડે કર્યું દિલધડક રેસ્ક્યુ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 22 Oct 2026, 10:24 AM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના વેસુ વિસ્તારમાં ઝઘડા દરમિયાન એક યુવકને કેનાલમાં ધક્કો મારી દેવામાં આવ્યો હતો. ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને સીડીની મદદથી યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

સુરતના વેસુ વિસ્તારમાં ઝઘડા બાદ એક યુવકને કેનાલમાં ધક્કો મારી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના યુનિક હોસ્પિટલની સામે આવેલી કેનાલ પાસે બની હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર ફોર્સે સીડીની મદદ લઈને કેનાલમાં ફસાયેલા યુવકનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું.

આ ઘટનામાં યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. ઘટનાની તપાસ માટે સંબંધિત વિભાગો દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે.
📲Get App