🔥 TRENDING ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ... काशी जोन पुलिस ने वाराणसी में व्यापक प...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જામનગરમાં કચરાના ટ્રકની ટક્કરથી એસ.ટી. બસનું આગળનું કાચ તૂટી ગયું

✍️ Reporter: VIKRAM PATA 🗓 22 Oct 2026, 04:27 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામનગરમાં કચરાના ટ્રક અને એસ.ટી. બસની ટક્કરથી બસનું આગળનું કાચ નુકસાન થયું.

જામનગરના સાત રસ્તા પાસે પુલ નીચે કચરાના ટ્રકના ચાલકે રિવર્સમાં પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી એસ.ટી. બસને ટક્કર માર્યાની ઘટના સામે આવી છે. તા.20/10/26ના રોજ બનેલા આ બનાવમાં એસ.ટી. બસ નં. GJ-18-ZT-2652ના આગળના ભાગનો સંપૂર્ણ કાચ તૂટી જતાં આશરે રૂ. 40 હજારનું નુકસાન થયું હતું. આ અંગે એસ.ટી. બસના ડ્રાઇવર બાબુભાઈ હુરાભાઈ ભરવાડની ફરિયાદના આધારે જામનગર સીટી બી-ડિવિઝન પોલીસે કચરાના ટ્રક નં. GJ-10-TY-6181ના ચાલક સામે BNSની કલમ તથા મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App