🔥 TRENDING રાજીવ ગાંધી ભવનમાં રણદીપસિંહ સુરજેવાલા... आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग... କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગે હાશકારો લીધો.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 21 Oct 2026, 05:34 PM 👁 101
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરે પુરાઈ

ચીખલી તાલુકાના બારોલીયા ગામના યાશીનભાઈ ઇસ્માઇલભાઇ ના ઘર પાસેના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરામાં ઝડપાઈ , જેનાથી સ્થાનિક લોકોમાં હાશકારો ફેલાયો, આ દીપડીને પકડવા માટે એક અઠવાડિયાથી ફોરેસ્ટ વિભાગ ના અધિકારીશ્રી પિન્ટુભાઈ પટેલ સાહેબના ભારી જહેમત ઉઠાવી અંતે આજ રોજ કદાવર દીપડી પાંજરે પુરાઈ. ગામના સરપંચ શ્રીમતી નીતાબેન હર્ષદભાઈ પટેલ અને સ્થાનિક લોકો એ નિરાંત અને શાંતિ નો શ્વાસ લીધો. ગામના આગેવાન હર્ષદભાઈ પટેલે કહ્યું કે આજ રીતે જંગલી પ્રાણીઓનો ઉપદ્રવ વધશે તો જાહેર જીવનમાં ભારે ચિંતા વિષય બની જશે. જેથી વન વિભાગ તાકીદે યોગ્ય નિર્ણય લેવો પડશે ? ચીખલી તાલુકામાં અવર નવર દીપડાઓ ગામના ફળિયા અને સીમાડાઓમા નજરે પડે છે.હવે વન વિભાગ તાકીદે શું પગલાં લેશે તે જોવું રહ્યું.

આ ઘટના ચીખલી તાલુકા, બારોલીયા ગામમાં બની, જ્યાં ગામના લોકો હાશકારો વ્યક્ત કરી રહ્યા છે.
📲Get App