🔥 TRENDING ବାତ୍ୟା ଆଲର୍ଟ ମଧ୍ୟରେ ରେଳ ଚଳାଚଳ ଦେରୀ: ଭୁ... ଭୁବନେଶ୍ୱରରେ 9 ଲକ୍ଷ ଟଙ୍କା ସାଇବର ଠକେଇ ମା... ଓଡ଼ିଶା ଶାସନ ଭବନରେ ଅପରାହ୍ନ ୪ଟା ଯାଏଁ ହୋହ... ଓଡ଼ିଶା ଶାସନ ର ତ୍ରିତୀୟ ବାତ୍ୟା ମୁକାବିଲା... 19 नवंबर के लिए कई देशों में छुट्टी की... West Bengal CM Mamata Banerjee meets A...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલીમાં માતાને ઘરમાંથી કાઢી નહીં મૂકવા સમજાવતાં યુવકને ઢીકાપાટુ માર્યા, જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Oct 2026, 10:50 AM 👁 85
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીમાં એક યુવકે તેની બાને ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપતાં સમજાવતાં ઢીકાપાટુ અને લાકડાના ધોકાથી માર માર્યો હતો. આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અમરેલી શહેરમાં એક યુવકે તેની બાને ઘરેથી કાઢી મૂકવાની ધમકી આપતાં સમજાવતાં ઢીકાપાટુ માર્યા હતા. આ બનાવમાં યુવકના બાવડા પર લાકડાના ધોકાથી ઘા મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ બનાવ અંગે ઈકબાલભાઈ બાબુભાઈ સો લંકી (ઉંમર ૩૨ વર્ષ) ને પોલીસે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી સાકિર આદમભાઈ સમા તેની બાને ઘરેથી કાઢી મૂકવાની વાત કરતા હતા. જેના કારણે સાહેદ નમીરાબેન તથા ફરિયાદીએ આરોપીને તેની માતાને ઘરેથી કાઢી નહીં મૂકવા સમજાવ્યા હતા.

સમજાવતાં આરોપીને સારું ન લાગ્યું હતું અને તેણે જેમ આવે તેમ ગાળો બોલી હતી. ત્યારબાદ આરોપીએ લાકડાના ધોકા વડે ફરિયાદીના બાવડા પર ઘા માર્યો હતો. ઉપરાંત, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રમેશભાઈ નશાભાઈ માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App