🔥 ट्रेंडिंग दिल्ली के लाजपत नगर में इमारत में लगी... ऐश्वर्या राय ने कैने 2026 के गाउन से क... एयर इंडिया के Vista प्लेटफ़ॉर्म को मिल... MAMA Awards 2026: भारत में कब और कहाँ... पांच किशोरों पर ऑस्ट्रेलियाई ड्राइव‑बी... सक्रिय अभिलेखीयकर्मी पुनर्जीवित कर रहे...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે લૂંટના ગુનામાં બે આરોપીઓને ઝડપી પાડ્યા

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 अक्टू. 2026, 04:18 PM 👁 75
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ કડોદરા બસ સ્ટેન્ડ પાસે થયેલ ચપ્પુ બતાવી મોટરસાઇકલ અને મોબાઇલની લૂંટના ગુનામાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરત જિલ્લામાં લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલવામાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસને સફળતા મળી છે. પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમણે ગત ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ ની રાત્રે કડોદરા બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિને ચપ્પુ બતાવી તેની મોટરસાઇકલ અને મોબાઇલની લૂંટ કરી હતી.

પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં સામેલ આરોપીઓ કડોદરા વિસ્તારમાં સક્રિય છે. આ બાતમીના આધારે, પોલીસે મોદી હોસ્પિટલથી કડોદરા જતા રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાન, વર્ણન સાથે મેળ ખાતા બે શખ્સો મોટરસાઇકલ પર પસાર થતાં પોલીસ દ્વારા તેમને રોકી પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ પોલીસ સમક્ષ ગત ૧૧ ઓક્ટોબરના રોજ થયેલી લૂંટની ઘટનામાં પોતાની સંડોવણી કબૂલી હતી. પોલીસે તેમની પાસેથી લૂંટવામાં આવેલ મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App