🔥 TRENDING उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વડોદરા: નાયબ શ્રમ આયુક્ત કચેરીના બે અધિકારીઓ રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

✍️ Reporter: KEYUR PATEL 🗓 15 Oct 2026, 10:02 PM 👁 356
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા ખાતે નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અને મદદનીશ સરકારી શ્રમ અધિકારીને રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા ACB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

વડોદરા શહેરના નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વર્ગ-૧ દિપક અંબાલાલ ચૌહાણ અને મદદનીશ સરકારી શ્રમ અધિકારી રણજીતસિંહ નટવરસિંહ જાદવને રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફરિયાદીએ લેબર લાયસન્સ મેળવવા માટે આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વડોદરાની કચેરી ખાતે અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના બદલામાં ઉપરોક્ત બંને અધિકારીઓએ લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી દ્વારા ACB નો સંપર્ક કરતા, ACB ની ટીમે છટકું ગોઠવી લાંચના પૈસા લેતી વખતે બંને આરોપી અધિકારીઓને ઝડપી પાડ્યા હતા. આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને વધુ વેગ આપ્યો છે.
📲Get App