🔥 TRENDING एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण Haryana shifts 32 IFS officers, reshuf... North India Winter Air Pollution Tied... CGBSE Releases 2027 Exam Timetable for... Chhattisgarh to Launch Digital Librari...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શંખેશ્વરના ખોડિયાર નગરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

✍️ Reporter: Atul Thakor 🗓 15 Oct 2026, 12:00 PM 👁 82
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શંખેશ્વરના ખોડિયાર નગરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

શંખેશ્વર: શંખેશ્વરના ખોડિયાર નગર ખાતે ખોડિયાર નગર મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

નવરાત્રી મહોત્સવ દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ જળવાઈ રહે તે માટે શંખેશ્વર પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ખોડિયાર નગર મિત્ર મંડળ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં ધાર્મિક આસ્થા, ઉત્સાહ અને સામાજિક એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો. નવરાત્રીના પર્વની ઉજવણીથી વિસ્તારના લોકોમાં આનંદ અને ઉત્સાહ છવાયો હતો.
📲Get App