🔥 TRENDING Jharkhand Police Portal Crash Forces R... 92-Year-Old Woman Escapes Nursing Home... TPCC chief accuses BRS of betraying Te... Morning haze lingers in Hyderabad as r... New predatory aquatic insect species i... Cyclone Akvan Forces Cancellation of 4...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

આસો નવરાત્રી: લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી મંદિરે ભક્તોનો જબરદસ્ત ઉત્સાહ, વહેલી સવારથી ભીડ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 11 Oct 2026, 09:58 AM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આસો નવરાત્રી નિમિત્તે લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે.

આસો નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના લાલ દરવાજા સ્થિત નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિના પ્રારંભ સાથે જ માતાજીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ મંદિરે ઉમટી પડી હતી.

આ પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને ભદ્રકાળી મંદિરને ખૂબ જ આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. માતાજીના ગર્ભગૃહ તેમજ સમગ્ર મંદિર પરિસરને વિશેષ રીતે સજાવવામાં આવ્યું છે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી રહ્યું છે.

ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન પડે તે માટે સ્વયંસેવકો પણ ખડેપગે સેવા આપી રહ્યા છે.
📲Get App