🔥 TRENDING पुलिस अधीक्षक ने अनूपपुर रक्षित केंद्र... राजा भैया के आवास में आयोजित श्रीराम क... विष्णु धाम महोत्सव की तैयारियों का डीए... गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિસનગર નજીક રૂપેણ નદી પાસે મહાકાય અજગરનો રેસ્ક્યુ
Local

વિસનગર નજીક રૂપેણ નદી પાસે મહાકાય અજગરનો રેસ્ક્યુ

✍️ Reporter: Shaileshji Thakor 🗓 09 Oct 2026, 07:42 AM 👁 128
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગર તાલુકાના દેણપ ગામ પાસે રૂપેણ નદીના પટમાં મહાકાય અજગર જોવા મળ્યો હતો, જેને વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો.

વિસનગર તાલુકાના દેણપ ગામ નજીક રૂપેણ નદીના પટ વિસ્તારમાં એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. આશરે ૮ ફૂટ લાંબો આ અજગર દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ આ મહાકાય અજગરને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. અજગરને પકડવાની કામગીરી લગભગ એક કલાક ચાલી હતી.

વન વિભાગ દ્વારા અજગરને પકડીને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે, જેથી તે માનવ વસ્તી માટે જોખમી ન બને. આ રેસ્ક્યુ ઓપરેશન ગુરુવારે, ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું.
📲Get App