🔥 ट्रेंडिंग स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રાંતિજ પોલીસે માવાની મુવાડીમાં દરોડો પાડી રૂ. ૧.૯૨ લાખનો દેશી દારૂ ઝડપી પાડ્યો
अपराध

પ્રાંતિજ પોલીસે માવાની મુવાડીમાં દરોડો પાડી રૂ. ૧.૯૨ લાખનો દેશી દારૂ ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 07 अक्टू. 2026, 01:54 PM 👁 81
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામે દરોડો પાડીને રૂ. ૧,૯૨,૦૦૦નો દેશી દારૂ ઝડપી પાડીને મોટો કેસ શોધી કાઢ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. ૧,૯૨,૦૦૦/- નો પ્રોહીબીશન મુદ્દામાલ ઝડપી પાડીને એક મહત્વનો કેસ શોધી કાઢ્યો છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, હિંમતનગર પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) અને હિંમતનગર વિભાગના ડીવાયએસપી શ્રી એ.કે. પટેલ દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં તલશીન હતી.

દરમિયાન, આર્મ પો.કો. સરદારસિંહ દીપસિંહ અને આર્મ પો.કો. સંદીપકુમાર ઈશ્વરભાઈને સંયુક્ત રીતે મળેલી ખાનગી બાતમીના આધારે માવાની મુવાડી ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે માવાની મુવાડી ગામમાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
📲Get App