🔥 TRENDING पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग... କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો... कार्तिक मेले में श्रद्धालुओं से Need 2... Drishti IAS Releases Daily Madhya Prad...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં વકીલોનો પ્રચંડ વિરોધ:
એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી એ શેખ તથા અન્ય વકીલોએ કાળા કાયદાનુ દહન કર્યું.

ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં વકીલોનો પ્રચંડ વિરોધ: એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી એ શેખ તથા અન્ય વકીલોએ કાળા કાયદાનુ દહન કર્યું.

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 07 Oct 2026, 12:20 AM 👁 91
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્ય પગલું: એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી.એ. શેખ અને અન્ય વકીલોએ કાયદાને જનવિરોધી ગણાવી તેની નકલો સળગાવી જાહેર દહન કર્યું.

અમદાવાદ:
ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬' સામે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કાયદાને જનવિરોધી ગણાવીને આજે અમદાવાદની સેશન્સ કોર્ટ પરિસરમાં વકીલો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શન દરમિયાન એડવોકેટ અમીર શેખ, એડવોકેટ વી.એ. શેખ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત વકીલોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાળા કાયદાને સળગાવીને આ "કાળા કાયદા"નું જાહેર દહન કર્યું હતું.

એડવોકેટ અમીર શેખ અને એડવોકેટ વી.એ. શેખે જણાવ્યું હતું કે આ બિલ નાગરિકોના હિતોની વિરુદ્ધ છે. જો સરકાર આ વિધેયક તાત્કાલિક પરત નહીં ખેંચે અથવા જરૂરી સુધારા નહીં કરે, આંદોલન દિવસે ને દિવસે વધારે ઉગ્ર બનશે.
📲Get App