🔥 TRENDING Scindia and Samrat discuss expanding t... Six dead as car returning from pre-wed... Bihar Chief Secretary Pratyaya Amrit u... રાજીવ ગાંધી ભવનમાં રણદીપસિંહ સુરજેવાલા... आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાઠી તાલુકામાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૨૧ ઓક્ટોબર સુધી અરજી કરવા સૂચના

લાઠી તાલુકામાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૨૧ ઓક્ટોબર સુધી અરજી કરવા સૂચના

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 03 Oct 2026, 09:40 AM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી તાલુકામાં હંગામી ફટાકડાના વેચાણ માટે લાયસન્સ મેળવવા તા. ૨૧ ઓક્ટોબર સુધી અરજી કરવા સૂચના

અમરેલી, તા. ૦૨ ઓક્ટોબર
સરકારની વખતોવખતની માર્ગદર્શિકા અનુસાર આગામી તા. ૮ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર દરમિયાન લાઠી સબ ડિવિઝનમાં આવતા લાઠી અને બાબરા તાલુકામાં હંગામી-ટેમ્પરરી ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક વેપારીઓએ ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરી નિયત પ્રક્રિયા મુજબ લાયસન્સ મેળવવા અરજી કરવાની રહેશે.

ફટાકડાના વેચાણ માટેના સ્થળે રહેણાંક મકાન તથા અન્ય સ્થળોથી ઓછામાં ઓછું ૫૦ મીટરનું અંતર જાળવવાનું રહેશે. તેમજ ફટાકડાના સ્ટોલની આસપાસ જ્વલનશીલ પદાર્થો ન હોય તથા સુરક્ષાના નિયમોનું પાલન થાય તે જરૂરી રહેશે. કામચલાઉ શેડમાં ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માટે પણ નિયત ધોરણો મુજબ વ્યવસ્થા કરવાની રહેશે.

લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ ફોર્મ નં. એ.ઈ. ૦૫ માં અરજી કરવાની રહેશે. અરજદારોએ જરૂરી વિગતો સાથે અરજી રજૂ કરવાની રહેશે. સદરહુ લાયસન્સ મેળવવા માંગતા અરજદારોએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, લાઠીની કચેરીમાં તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે.

નિયત ફોર્મ એ.ઈ.૦૫માં ઠરેલ નમૂનામાં સંપૂર્ણ વિગતો સુચિત કરી અરજી કરવાની રહેશે તથા અરજીમાં સ્થળનો સચોટ નકશો દર્શાવી અરજદારની સહી સાથે સ્થળ દર્શાવતો નકશો જોડવાનો રહેશે, અરજી ઉપર રૂ. ૩-૦૦ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે. અરજી સાથે લાયસન્સ ફી રૂ.૯૦૦ "૦૦૭૦-૬૦-૧૦૩-૦૦" ના સદરે ચલણની નકલ તથા જરૂરી અન્ય દસ્તાવેજો જોડવાના રહેશે.

સૂચિત સ્થળનો બ્લુ પ્રિન્ટ નકશો અરજદારની સહી સાથે અરજી સાથે ત્રણ નકલમાં રજૂ કરવાનાં રહેશે.સૂચિત સ્થળની માલિકી-ભાડા હક્ક ધરાવતા હોવા અંગેના આધાર-પુરાવા પણ નિયત અરજી સાથે જોડવાના રહેશે.અપૂર્ણ વિગતો અથવા જરૂરી પુરાવા વિના રજૂ કરવામાં આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, લાઠી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
📲Get App