🔥 TRENDING ଗଞ୍ଜାମରେ 1,38,000 ଲୋକଙ୍କୁ ବିପଦ୍‌ ନିମନ୍... બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર... Karnataka Strengthens Lead in Hosting... Suspense Persists Over Rajasthan Crick... વિરમગામ તાલુકામાં ડાંગર કાપવાના કટરથી... Six dead, six injured in two road acci...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરના પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારી: અસામાજિક તત્વોના ત્રાસથી ભયનો માહોલ
Crime

હિંમતનગરના પેટ્રોલ પંપ પર બે જૂથ વચ્ચે મારામારી: અસામાજિક તત્વોના ત્રાસથી ભયનો માહોલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 02 Oct 2026, 09:22 PM 👁 72
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગુરૂવારે રાત્રે બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર ગુરૂવારે રાત્રે બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ગુરૂવારે રાત્રે સહકારી જીન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર કેટલાક વાહનચાલકો ઈંધણ પુરાવવા માટે આવ્યા હતા. તે જ સમયે ત્યાં પહોંચેલા કેટલાક યુવાનો વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ થઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ઝઘડો કરનાર કેટલાક લોકો ઈંધણ પુરાવવા આવ્યા ન હોવા છતાં સામેના પક્ષ સાથે તકરાર કરી પોતાનો રૂઆબ છાંટવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની વિગતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો વધુ વણસ્યો હતો. ઉશ્કેરાયેલા યુવાનો હાથમાં બેલ્ટ અને ધોકા જેવા હથિયારો લઈને સામેના પક્ષ પર હુમલો કર્યો હતો, જેના કારણે પેટ્રોલ પંપ પર અફરાતફરી મચી ગઈ હતી.
📲Get App