🔥 TRENDING Delhi records cleanest early winter ye... Modi urges Indian firms to tap growth-... উৎসবের আনন্দের মাঝেই শোকের ছায়া! বেলড... एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण Haryana shifts 32 IFS officers, reshuf...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન..
Local

પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 02 Oct 2026, 12:30 PM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર દરમિયાન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે..

બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા આ વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ ઉત્સવ પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, પાલનપુર ખાતે યોજાશે.આ નવરાત્રી મહોત્સવ ૧૧ ઓક્ટોબર, ૨૦૨૬ થી શરૂ થઈને ૧૯ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચાલશે.આ દરમિયાન પોલીસ પરિવાર અને સ્થાનિક નાગરિકો માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગરબાનું આયોજન કરવામાં આવશે..

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોને ઉત્સવની ઉજવણી માટે એક મંચ પૂરો પાડવાનો તેમજ સ્થાનિક સમુદાય સાથે જોડાણ કેળવવાનો છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
📲Get App