🔥 TRENDING Wife and Her Lover Arrested in Alwar M... 14 ଜିଲ୍ଲାର ରିଲିଫ ଓ ପୁନରୁଦ୍ଧାର ଦାୟିତ୍ବ... ଓଡ଼ିଶା ଉପକୂଳ ଜିଲ୍ଲାରେ ଆଜି ଭୟଙ୍କର ବର୍ଷା... ବଢ଼ିବ ନଦୀର ଜଳସ୍ତର ବୃଦ୍ଧି, ଆଶଙ୍କାଜନକ ବର... ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ પોલીસ દ્વારા 'નશામુક્ત અમદાવાદ'ના સંદેશ સાથે વિશાળ વોકેથોનનું આયોજન
Crime

અમદાવાદ પોલીસ દ્વારા 'નશામુક્ત અમદાવાદ'ના સંદેશ સાથે વિશાળ વોકેથોનનું આયોજન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 02 Oct 2026, 06:04 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધી જયંતિ નિમિત્તે સાબરમતી આશ્રમથી 'નશામુક્ત અમદાવાદ'ના સંદેશ સાથે યોજાયેલી વોકેથોનમાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા.

ગાંધી જયંતિના પવિત્ર અવસરે, સાબરમતી આશ્રમ ખાતેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘નશામુક્ત અમદાવાદ’ના સંદેશ સાથે એક વિશાળ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વોકેથોનમાં બાળકો, યુવાનો, NCC કેડેટ્સ તેમજ મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નશાખોરી વિરુદ્ધ જાગૃતિ ફેલાવી હતી.

પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષ દરમિયાન અમદાવાદ પોલીસે ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વેચાણ અને દુરુપયોગ સામે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, પોલીસે આશરે ₹31 કરોડની કિંમતનો નશીલો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જે શહેરને નશામુક્ત બનાવવાના પોલીસના પ્રયાસોને દર્શાવે છે.
📲Get App