🔥 TRENDING ପାରାଦୀପ ବନ୍ଦରରେ ୩ ନମ୍ବର ବିପଦ ସଙ୍କେତ ଜା... হজবিবিডাঙ্গা পঞ্চায়েতে অনাস্থা ভোটে হ... ବ୍ରହ୍ମଗିରିରେ ବାତ୍ୟା ପ୍ରସ୍ତୁତି ପାଇଁ ଜିଲ... लखनऊ के कैबिनेट ने काशी विश्वनाथ कॉरिड... ଓଡ଼ିଶାର କେନ୍ଦୁଝର, ମୟୂରଭଞ୍ଜ, ଦେବଗଡ଼ରେ ସ... ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંગરોળ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહન ચેકિંગ હાથ ધર્યું
Local

માંગરોળ પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહન ચેકિંગ હાથ ધર્યું

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 02 Oct 2026, 09:22 PM 👁 159
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળ શહેરમાં ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા પોલીસ દ્વારા લીમડા ચોક ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાઇસન્સ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી.

માંગરોળ પોલીસ પ્રશાસન દ્વારા શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આજરોજ લીમડા ચોક ખાતે સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન, વાહન ચાલકોના લાઇસન્સ અને ટ્રાફિક નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ વાહન ચેકિંગ કાર્યવાહીનું નેતૃત્વ પીએસઆઇ રોહિત સર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સાથે હેડ કોસ્ટેબલ મોરી સાહેબ, હિરેનભાઈ અને શાંતિબેન સોલંકી પણ જોડાયા હતા. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

નગરજનો દ્વારા લાંબા સમયથી માંગરોળ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા અને રસ્તાઓ પર વધી રહેલા દબાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને લીમડા ચોકથી જેલ રોડ, લીમડા ચોકથી કાપડ બજાર રોડ અને લીમડા ચોકની બાજુની ગલીમાં શાકભાજીના વેપારીઓ દ્વારા રસ્તાનો મોટો ભાગ રોકી દેવાતા રાહદારીઓ, બહેનો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવા દબાણ સામે પણ નક્કર કાર્યવાહી થાય તેવી અપેક્ષા જનતા સેવી રહી છે.
📲Get App