🔥 ट्रेंडिंग અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર... ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલની ગંભીર... कांग्रेस कार्यालय में मनाई पूर्व प्रधा... पीपलरावां बस स्टैंड पर असंतोषजनक सड़क... आज गुना जिले के लक्ष्मी नारायण मंदिर म... બુટલેગર વર્ડ 27 ના ખાસ પરિષદને 19 લાખ...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ન્યૂ મેઘદૂત વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ઘોડાસર, અમદાવાદ ખાતે એકેડેમીક ફેર નુ આયોજન કરવામાં આવ્યું

ન્યૂ મેઘદૂત વિદ્યા વિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ઘોડાસર, અમદાવાદ ખાતે એકેડેમીક ફેર નુ આયોજન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Vankar Lakshman bhai 🗓 01 अक्टू. 2026, 10:34 PM 👁 110
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એકેડેમીક ફેર નુ આયોજન

આજે ન્યુ મેઘદૂત વિદ્યાવિહાર ઘોડાસર, અમદાવાદ ખાતે એકેડેમિક ફેરનું આયોજન થયેલું. આ એક નવો કોન્સેપ્ટ હતો જેમાં માત્ર ગણિત-વિજ્ઞાન વિષય જ નહીં પરંતુ વિદ્યાર્થીઓએ ધોરણ 9 થી 12 (સાયન્સ, કોમર્સ અને વોકેશનલ) માં આવતા દરેક વિષયના પ્રોજેક્ટ બનાવ્યા હતા. આ એકેડમીક ફેરમાં શાળાના લગભગ 80% બાળકોએ કોઈને કોઈ વિષયમાં ભાગ લીધેલ જ્યારે બાકીના બાળકો આ ફેરમાં આવનાર મહેમાનો અને વાલીને માર્ગદર્શન આપવા માટે રોકાયેલ. એટલે કે શાળાના દરેક બાળકે આ ફેરમાં કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપેલ છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીએ આ ફેરની મુલાકાત લઇ પ્રોજેક્ટમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્યશ્રી ડો. ભાર્ગવીબેન પંડ્યા તથા સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. શાળાના ટ્રસ્ટીશ્રી હેમલત્તાબેન પંડ્યા તથા ર્ડો.હિરેનભાઈ પંડ્યાએ આ ફેરની મુલાકાત લઇ બાળકોને બિરદાવ્યા હતા.
📲Get App