🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરેન્દ્રનગર એસપીએ મહિલાઓને ચેક અને દસ્તાવેજો પરત અપાવી માનવતા મહેંકાવી
Crime

સુરેન્દ્રનગર એસપીએ મહિલાઓને ચેક અને દસ્તાવેજો પરત અપાવી માનવતા મહેંકાવી

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 01 Oct 2026, 09:30 AM 👁 332
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુએ ધાંગધ્રા શહેર અને તાલુકાની બે મહિલાઓને છેતરપિંડીનો ભોગ બન્યા બાદ તેમના ચેક અને મકાનના દસ્તાવેજો પરત અપાવી ન્યાય અપાવ્યો છે. આ પ્રસંગે એસપી કચેરીમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

બ્રેકિંગ ન્યુઝ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ દ્વારા સમાજમાં અનેક કિસ્સાઓમાં પોલીસની સકારાત્મક ભૂમિકા ઉજાગર કરવામાં આવી રહી છે. તાજેતરમાં, તેમણે ધાંગધ્રા શહેર અને તાલુકા વિસ્તારની બે મહિલાઓને છેતરપિંડીથી તેમના નાણાકીય ચેક અને મકાનના દસ્તાવેજો કઢાવી લીધા હતા. આ અંગેની જાણ થતાં જ એસપી ડેલુએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ, સંબંધિત ટીમોએ તપાસ હાથ ધરી હતી અને બંને મહિલાઓને ન્યાય અપાવવા માટે સક્રિયતા દાખવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા અને પોલીસની સતર્કતાના પરિણામે, આખરે મહિલાઓના મહત્વપૂર્ણ ચેક અને મકાનના દસ્તાવેજોબાઈક મોબાઈલોપરત મેળવવામાં સફળતા મળી હતી ધાંગધ્રા કુડા ચોકડી પાસે રહેતા મુમતાજ બેન ગફરભાઈ સંધિ ને ત્રીજા વ્યક્તિ પાસેથી દસ્તાવેજ કરી આપવ્યા હતા જ્યારે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની મહિલાને 20 વર્ષથી ફસાયેલા ત્રણ લાખ રૂપિયાના ચેક પરતઅપાવ્યા હતા

જ્યારે આ દસ્તાવેજો અને ચેક મહિલાઓને પરત સોંપવામાં આવ્યા ત્યારે પોલીસ અધિક્ષકની કચેરીમાં અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહિલાઓએ પોતાની વ્યથા વર્ણવી હતી અને પોલીસ દ્વારા અપાયેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એસપી પ્રેમ સુખ ડેલુના આ કાર્યને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ સરાહવામાં આવ્યું છે અને પોલીસની માનવતાવાદી અભિગમની પ્રશંસા કરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App