🔥 TRENDING एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण Haryana shifts 32 IFS officers, reshuf... North India Winter Air Pollution Tied... CGBSE Releases 2027 Exam Timetable for... Chhattisgarh to Launch Digital Librari...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા: સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ,ત્રણ યુવતીઓને છોડાવવામાં આવી..
Crime

સાબરકાંઠા: સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ,ત્રણ યુવતીઓને છોડાવવામાં આવી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Oct 2026, 12:42 PM 👁 85
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTU) દ્વારા સ્પા મસાજની આડમાં ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ યુવતીઓને મુક્ત કરવામાં આવી છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTU) દ્વારા માનવ તસ્કરી વિરોધી કામગીરી સઘન બનાવવામાં આવી છે.આ અંતર્ગત હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ રોડ પર આવેલા સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ માળે આવેલા 'વિરા સ્પા'માં સંચાલક દ્વારા બહારથી યુવતીઓ બોલાવી મસાજના નામે ગ્રાહકો સાથે દેહ વ્યાપાર કરાવવામાં આવતો હોવાની બાતમી મળતાં AHTU ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.AHTU ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી અને પંચોની હાજરીમાં સ્પામાં રેઇડ કરતાં સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની ગેરકાયદે પ્રવૃત્તિ ધ્યાને આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ સ્પામાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી તરીકે રૂ. ૧૦૦૦ રોકડા લેવામાં આવતા હતા અને શરીર સુખ માણવા માટે રૂ. ૨૦૦૦ થી રૂ. ૩૦૦૦ સુધીની રકમ અલગથી 'એક્સ્ટ્રા સર્વિસ'ના નામે વસૂલવામાં આવતી હતી.

આ રેઇડ દરમિયાન, પોલીસે રોકડા રૂ. ૩૦૦૦ અને બે મોબાઈલ ફોન જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ થાય છે, એમ કુલ રૂ. ૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ યુવતીઓને દેહ વ્યાપારના ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવી છે. આ મામલે આરોપી વિક્રમસિંહ હરિસિંહ રાવ (રહે. ઘાટડા, ડુંગરપુર, રાજસ્થાન) અને મહાવિરસિંહ મહેન્દ્રસિંહ રાવ (હાલ રહે. વિરા સ્પા, હિંમતનગર, મૂળ રહે. રાજપુત મહોલ્લો, ફલાબારા ગામ, તાલુકો-ગઢી, જિલ્લો-બાંસવાડા, રાજસ્થાન) વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ધ ઇમોરલ ટ્રાફીક (પ્રીવેશન) એક્ટ ૧૯૫૬ ની કલમ ૩(૧)(૨), ૪, ૫(૧),(A)(D) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.વાળા, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ જેઠાભાઈ અને વુમેન હેડ કોન્સ્ટેબલ સુમનબેન કિશોરભાઈ સહિતની ટીમનો સમાવેશ થાય છે.
📲Get App