🔥 TRENDING आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... Karnataka Holds 51% Share of India's G...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કર્વોડ દ્વારા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
Crime

રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કર્વોડ દ્વારા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

✍️ Reporter: Salman sama 🗓 01 Oct 2026, 10:40 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કર્વોડ દ્વારા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો ૨૬ વર્ષીય આરોપી નરેંદ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યો છે.

રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કર્વોડ દ્વારા પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી નરેંદ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (ઉંમર ૨૬ વર્ષ, રહે. મોમાઈનગર, જાડેજાવાસ, તા. સાંતલપુર, જી. પાટણ) ને ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ છે.

આરોપી નરેંદ્રસિંહ જાડેજા પ્રોહિબીશનના એક ગુનામાં વોન્ટેડ જાહેર થયો હતો અને છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થઈ રહ્યો હતો. તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને તેના રહેણાંક વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App