🔥 TRENDING 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાપર નજીક નંદાસર ગામ પાસે ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત, ભચાઉ ફાયર ટીમ દ્વારા મૃતદેહ બહાર કઢાયો
Local

રાપર નજીક નંદાસર ગામ પાસે ન્હાવા પડેલા યુવકનું ડૂબી જવાથી મોત, ભચાઉ ફાયર ટીમ દ્વારા મૃતદેહ બહાર કઢાયો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 30 Sep 2026, 09:24 PM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર તાલુકાના નંદાસર ગામ પાસે નદીમાં ન્હાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ દ્વારા 4 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.

આજ રોજ બપોરે લગભગ 3.30 વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ ને રાપરથી જાણ કરવામાં આવી હતી કે રાપર તાલુકાના નંદાસર ગામ પાસે નદીમાં બે યુવકો ન્હાવા પડ્યા હતા. તેમાંથી એક યુવકનો બચાવ થયો હતો, જ્યારે બીજો યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

માહિતી મળતાની સાથે જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા યુવકને શોધવા માટે બોટ દ્વારા શોધખોળ શરૂ કરી હતી. લગભગ 4 કલાકની સઘન શોધખોળ અને મહામહેનત બાદ યુવકનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મૃતક યુવકની ઓળખ દિનેશ ભાણા કોળી તરીકે થઈ છે, જેની ઉંમર આશરે 25 વર્ષ જણાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાયો છે.

આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના દાફડા પ્રવીણ, કુલદીપ ભાઈ, શક્તિ સિંહ અને મયુર રામાનંદી સહિતના સભ્યો જોડાયા હતા અને તેમણે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
📲Get App