🔥 TRENDING विष्णु धाम महोत्सव की तैयारियों का डीए... गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance... Taj Mahal Urs Committee Demands Action... Woman and Two Daughters Perish in Hous...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ પ્રારંભ

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 30 Sep 2026, 09:25 AM 👁 108
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભ પ્રારંભ

તા. ૨૯/૦૯/૨૦૨૬ના રોજ દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના લાભાર્થે યાત્રાધામ વીરપુર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્ઞાનયજ્ઞના પ્રારંભ પ્રસંગે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને. શ્રી રાધે શ્યામ ગરબી મંડળની નાની-નાની બાળાઓ દ્વારા રાસ-ગરબાની સુંદર રજૂઆત કરીને પોથી યાત્રાની શોભા વધારી હતી

પોથી યાત્રા શ્રી રામજી મંદિર, ટાવર ચોક ખાતેથી પ્રસ્થાન કરી ત્યારબાદ

શ્રી જલારામ મંદિરે દર્શન કરીને યાત્રા ગાયત્રી મંદિર ખાતે રવના થય હતી.



આ પોથી યાત્રામાં

કથાકાર પ.પૂ. શાસ્ત્રી શ્રી ધર્મેશભાઈ ત્રિવેદી

પૂ. શ્રી વિશ્વવિહારી સ્વામી (સ્વામિનારાયણ ગુરુકુળ, વીરપુર)

શ્રી અનિલભાઈ સરવૈયા (ગાયત્રી મુક્તિધામ પ્રમુખ, વીરપુર)

પૂ. શ્રી સુશીલાબા (બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય, વીરપુર)

પૂ. શ્રી મનીષ દીદી (દેવશ્રી દિવ્ય આનંદ ફાઉન્ડેશન, સાવરકુંડલા)

શ્રી અંજુબેન ગાજીપરા (રાધે શ્યામ મહિલા મંડળ પ્રમુખ, વીરપુર) સહિત ગામના અનેક અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થા ની ઉપસ્થિત રહ્યા હતા.

ધાર્મિક અને સામાજિક એકતાના આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી પોથી યાત્રામાં ભાગ લીધો હતો.



આ જ્ઞાનયજ્ઞ ના આયોજક

દિવ્યાં આનાંદ ચેરિટેબલ ટ્રસ્ટ- સાવરકુંડલા દ્વારા સંચાલિત છે

આ ટ્રસ્ટ માનસિક દિવિયાંગ માતા બહેનો માટે માં-બાપ ઘર આશ્રમ ચલાવી રહ્યા છે

વધુ માહિતી અથવા

સહિયોગી બનવા માટે સંપર્ક કરે

📞૯૬૨૪૨ ૫૧૨૯૪
📲Get App