🔥 TRENDING Jharkhand Police Portal Crash Forces R... 92-Year-Old Woman Escapes Nursing Home... TPCC chief accuses BRS of betraying Te... Morning haze lingers in Hyderabad as r... New predatory aquatic insect species i... Cyclone Akvan Forces Cancellation of 4...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ: ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી ખામધ્રોળ રોડ પર આગની દુર્ઘટના ટળી
Local

જૂનાગઢ: ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી ખામધ્રોળ રોડ પર આગની દુર્ઘટના ટળી

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 30 Sep 2026, 10:36 AM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢના ખામધ્રોળ રોડ પર આવેલા હર્ષદ નગરમાં એક મકાનના બીજા માળે આગ લાગતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી મોટી દુર્ઘટના ટાળવામાં આવી.

જૂનાગઢ શહેરના ખામધ્રોળ રોડ પર આવેલા હર્ષદ નગરમાં આજે બપોરના સમયે એક મકાનના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. મકાન માલિક શ્રી યુસુફભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે ઇમરજન્સી કૉલ કરવામાં આવતાં જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આજ રોજ તા. ૨૯/૦૯/૨૦૨૬ ના બપોરે ૧૨:૩૯ કલાકે ફાયર વિભાગને આગ અંગેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ૦૭ કર્મચારીઓનો સજ્જ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ૫૦૦ લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. તેમની સમયસૂચકતા અને સચોટ કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

ફાયર બ્રિગેડની સમયસર અને અસરકારક કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી, જેનાથી સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
📲Get App