🔥 TRENDING Scindia and Samrat discuss expanding t... Six dead as car returning from pre-wed... Bihar Chief Secretary Pratyaya Amrit u... રાજીવ ગાંધી ભવનમાં રણદીપસિંહ સુરજેવાલા... आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ૧૨૭ ગૌશાળાઓને રૂ. ૨.૯૯ કરોડની સહાય મંજૂર
Agriculture

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ૧૨૭ ગૌશાળાઓને રૂ. ૨.૯૯ કરોડની સહાય મંજૂર

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 29 Sep 2026, 12:56 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીર સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ૧૨૭ ગૌશાળાઓમાં રહેલા ૧૦૯૫૫ પશુઓ માટે એપ્રિલથી જૂન ૨૦૨૩ સુધીની ૨,૯૯,૦૭,૧૫૦ રૂપિયાની સહાય ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે.

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં યોજનાના અમલીકરણ અને લાભાર્થી ગૌશાળાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

યોજના હેઠળ, ગીર સોમનાથ જિલ્લાની કુલ ૧૨૭ ગૌશાળાઓમાં આશ્રય મેળવી રહેલા ૧૦૯૫૫ પશુઓ માટે એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ સુધીના સમયગાળા માટે કુલ ૨,૯૯,૦૭,૧૫૦ રૂપિયાની સહાય ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે. આ સહાય ગૌમાતાઓના પોષણ અને આરોગ્યની જાળવણી માટે ઉપયોગી થશે.

આ બેઠકમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ, તેમજ વિવિધ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. યોજનાના સુચારુ અમલીકરણ અને પારદર્શિતા જાળવવા અંગે અધિકારીઓએ સંચાલકો સાથે માર્ગદર્શન મેળવ્યું હતું.
📲Get App