🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई... ગેનીબેન ઠાકોરના જન્મદિવસ પર કોંગ્રેસની... प्रधानमंत्री मोदी के राजापाकर कार्यक्र... સાવધાન રાજકોટ 🏛️ ગ્રામ વિકાસની દિશામાં વધુ એક સુવિધા... ਪੰਜਾਬ ਦੇ ਕੈਬਿਨੇਟ ਮੰਤਰੀ ਮਹਿੰਦਰ ਭਗਤ ਨੇ ਜ...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં રખડતા પશુઓનો વધતો ત્રાસ: માર્ગ સુરક્ષાને જોખમ
स्थानीय

હિંમતનગરમાં રખડતા પશુઓનો વધતો ત્રાસ: માર્ગ સુરક્ષાને જોખમ

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 09 सित. 2026, 04:42 PM 👁 86
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં નેશનલ હાઈવે અને આંતરિક વિસ્તારોમાં રખડતા અને બિનવારસી પશુઓનું ત્રાસ વધતું જાય છે, જે વાહનચાલકો અને રહેવાસીઓ માટે જોખમી બન્યું છે.

હિંમતનગર શહેરમાં નેશનલ હાઈવે અને આંતરિક વિસ્તારોમાં રખડતા અને બિનવારસી પશુઓનું ત્રાસ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે. ઢોર અને અડીંગો રાત્રિ-દિવસ રસ્તા પર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓ માટે માર્ગ પરથી પસાર થવું જોખમી બની ગયું છે.

મોતીપુરા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના બ્રિજ નીચે નાના ગરનાળા બનાવવામાં આવ્યા છે, જે છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનું કાયમી આશ્રયસ્થાન બની ગયા છે. રસ્તાની વચોવચ પશુઓ બેસી રહેતા હોવાથી વાહનચાલકોને અકસ્માતનો સતત ભય સતાવે છે.

આ પશુઓએ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાના અનેક બનાવો બની ચૂક્યા છે. નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર કામગીરી ન થતાં નાગરિકોમાં ઉગ્ર અસંતોષ વ્યાપ્યો છે.
📲Get App