🔥 TRENDING સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt... Manipur High Court Declares Producing...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામમાં સગીરાની ગર્ભાવસ્થા બાદ દુષ્કર્મનો આરોપ
Crime

મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામમાં સગીરાની ગર્ભાવસ્થા બાદ દુષ્કર્મનો આરોપ

✍️ Reporter: Rameshbhai Ven 🗓 08 Sep 2026, 05:47 PM 👁 93
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુન્દ્રા તાલુકાના કાંડાગરા ગામમાં સગીરા સાથે દોઢ વર્ષથી થયેલ દુષ્કર્મનો કેસ ગર્ભાવસ્થા પછી બહાર આવ્યો, પોલીસએ POCSO એક્ટ હેઠળ આરોપી પર કાયદેસર કાર્યવાહી શરૂ કરી.

મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામના વાડી વિસ્તારમાં સગીરા સાથે દોઢ વર્ષથી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મુન્ના પોપટ નાયક નામના શખ્સે સગીરાને ધમકાવીને તેનો શોષણ કર્યો હોવાનો આક્ષેપ છે. સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો જાહેર થયો.

ફરિયાદના આધારે પોલીસએ આરોપી વિરુદ્ધ POCSO એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

સગીરાની ઓળખ કાયદેસર રીતે જાહેર કરવી પ્રતિબંધિત છે, તેથી સંબંધિત અધિકારીઓએ આ બાબતને ગોપનીય રાખવાની વિનંતી કરી છે.
📲Get App