🔥 TRENDING ଓଡ଼ିଶା ଉପକୂଳକୁ ‘ଅକୱାନ’ ବାତ୍ୟା ଆକ୍ରମଣ,... सेक्टर 12 स्थित श्री श्याम मंदिर में भ... ବାଲେଶ୍ବର ଜିଲ୍ଲାରେ ସମସ୍ତ ସ୍କୁଲ ଓ ଅଙ୍ଗନବ... ବାତ୍ୟା ଚେତାବନୀରେ ପୂର୍ବତଟ ରେଲୱେ ଆଜି ଛଅଟ... ୧୩ କିମି/ଘଣ୍ଟା ବେଗରେ ଚଳିତ ସାଇକ୍ଲୋନ୍ ଆକ୍... ଫେବ୍ରୁଆରୀ ୧୬ରୁ ଆରମ୍ଭ ହେବା ଯୁକ୍ତ ୨ ପରୀକ...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક સહિતના સ્થળોએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત

પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક સહિતના સ્થળોએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 02 Sep 2026, 09:00 AM 👁 284
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક સહિતના સ્થળોએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત

અમરેલી તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૬
પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લામાં રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એ.એ. ડોડિયા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓ ખાતે બિનઅધિકૃત્ત લોકોની અવરજવર પર દેખરેખ માટે ૩૦ દિવસના ઓડિયો, વીડિયો રેકોર્ડિંગ બેકઅપ સાથેના સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા અનિવાર્ય છે.

રૂમમાં નક્કી કરેલ અધિકૃત વ્યક્તિ, દર્દી સિવાયની બિનઅધિકૃત્ત વ્યક્તિ સોનોગ્રાફી માટે પ્રવેશી શકશે નહિ. દર્દીની સોનોગ્રાફી કરવામાં આવતી હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવી શકાશે નહિ. નક્કી કરેલ સોનોગ્રાફી રુમની અંદર દાખલ થતાં કે બહાર નીકળતી વ્યક્તિઓનો ચહેરો આસાનીથી ઓળખી શકાય તે રીતે સોનોગ્રાફી રૂમમાં બહારના દરવાજાના ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા.

સંબંધિત ડિસ્ટ્રિક્ટ,સબ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી દ્વારા જરૂર જણાયે રેકોર્ડિંગનું બેકઅપ માંગવામાં આવે ત્યારે ફરજિયાત આપવું. બેકઅપમાં ત્રુટિ જણાશે તો હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થા વિરુદ્ધ પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અન્વયે કાયદેસરની કાર્યવાહી થશે.

આ જાહેરનામું સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૦૨.૦૯.૨૦૨૬થી તા.૩૧.૧૦.૨૦૨૬ સુધી સમગ્ર સમયગાળા દરમિયાન અમલી રહેશે. હુકમના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ અન્વયે કાયદાકીય કાર્યવાહી હાથ થશે.
📲Get App