🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने तूफ़ान से पहले चेतावनी... झूले में लापरवाही से बचने के लिए सावधा... હિંમતનગર, બળેલી મિલ રોડ પર ઘરફોડ ચોરી,... ପୁରୀ ଜିଲ୍ଲାପାଳଙ୍କ ସହ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମୋହନ... ସିକ୍ଲୋନ୍‌ ଅକ୍ୱାନ୍‌ ପାଇଁ ଓଡିଶା ମୁଖ୍ୟମନ୍... कर्नाटक ने भारत के जेम्स एंड ज्वेलरी स...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ: ઉમરગામમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરો ફસાયા, જીવ બચાવવા પોતે જ પોલીસને ફોન કર્યો
अपराध

વલસાડ: ઉમરગામમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરો ફસાયા, જીવ બચાવવા પોતે જ પોલીસને ફોન કર્યો

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 20 अग. 2026, 12:16 PM 👁 93
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડના ઉમરગામમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ગયેલા ચોરો સ્થાનિકોના ડરથી ફસાઈ ગયા હતા, અંતે તેમણે પોતે જ પોલીસને ફોન કરીને બોલાવવી પડી હતી.

વલસાડના ઉમરગામમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા ચોરોને લેવાના દેવા પડી ગયા હતા. દુકાનમાં ચોરી દરમિયાન અવાજ થતા આસપાસના સ્થાનિકો જાગી ગયા હતા અને તેમણે તાત્કાલિક દુકાનનું શટર બહારથી બંધ કરી દીધું હતું.

સ્થાનિકોના ટોળાથી ગભરાયેલા અને દુકાનમાં ફસાઈ ગયેલા ચોરોની હાલત કફોડી થઈ ગઈ હતી. ટોળું બહાર એકઠું થઈ જતાં ચોરોને પોતાના જીવનું જોખમ લાગ્યું હતું, જેના કારણે તેમણે અંતે લાચાર થઈને 112 નંબર પર ફોન કરીને પોલીસને મદદ માટે બોલાવવી પડી હતી.

ચોરીનો પ્લાન નિષ્ફળ જવાની સાથે ચોરોએ પોલીસની સુરક્ષામાં જ બહાર આવવું પડ્યું હતું. પોલીસની ગાડીમાં બેસીને જ તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા હતા, જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
📲Get App