🔥 TRENDING କାମାକ୍ଷାନଗର ଚିକିତ୍ସାଳୟରେ ଡାକ୍ତରଙ୍କ ମଦ... Rajasthan Power Corp to Conduct JE Rec... How to Check Rajasthan 2026 Panchayat... ED Seizes Properties Worth Rs 16 Cr in... स्थानीय क्रिकेट टूर्नामेंट सुबह 8 बजे... मुख्यमंत्री डॉ. मोहन यादव का रीवा हवाई...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસા નજીક માર્ગ અકસ્માતમાં યુવકનું મોત
Crime

મોડાસા નજીક માર્ગ અકસ્માતમાં યુવકનું મોત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 Aug 2026, 08:26 AM 👁 126
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના મોડાસા સહયોગ બાયપાસ રોડ પર એક માર્ગ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા સહયોગ બાયપાસ રોડ પર આવેલી યુનિટી હોસ્પિટલ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકે અચાનક વાહન પરથી કાબુ ગુમાવી દીધા બાદ આ અકસ્માત સર્જાયો, જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ત્યારે સુધી યુવકનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું છે.
📲Get App