🔥 ट्रेंडिंग બોટાદ તાલુકા ના ઝમરાળા ગામ ના બન્ને પર... कर्नाटक ने जीसीसी की मेजबानी में बढ़ाय... राजस्थान क्रिकेट एसोसिएशन चुनाव में अन... વિરમગામ તાલુકામાં ડાંગર કાપવાના કટરથી... बिहार के बक्सर और भागलपुर में दो सड़क... असुद्दीन उबैशी ने चंद्र शेखर आजाद को म...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડનગરમાં ૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, ૧ આરોપી અટકાયો
अपराध

વડનગરમાં ૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, ૧ આરોપી અટકાયો

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 09 अग. 2026, 08:56 AM 👁 103
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડનગરના છાબલિયા ગામમાં પોલીસે દારૂના હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો છે.

મહેસાણા જિલ્લાના વડનગરના છાબલિયા ગામે ઘાસચારાના છાપરામાંથી ૬ લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર રેન્જ અને મહેસાણા જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, વડનગર સ્માર્ટ પોલીસે દારૂના હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના અ.હે.કો. મુકેશકુમાર અને આ.લો.ર. શરદકુમારને ખાનગી રીતે બાતમી મળી હતી કે, છાબલિયા ગામના વહકારપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર બાલાજી બાબુજીએ પોતાના ઘરની બાજુમાં ઘાસચારો રાખવાના છાપરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. બાતમીના આધારે, વડનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડીને એક આરોપીને રંગેહાથ ઝડપ્યો હતો.

ઝડપાયેલ મુદ્દામાલમાં કુલ ૩,૧૨૦ બોટલ/ટીન (૯૯૨.૦૪ લીટર) વિદેશી દારૂનો જથ્થો છે, જેની કિંમત ₹૬,૦૭,૩૦૫/- છે. ઉપરાંત, એક સ્વિફ્ટ ગાડી પણ ઝડપાઈ છે, જે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાઈ રહી હતી.
📲Get App