🔥 TRENDING ಭೂ ಕಬಳಿಕೆ: ಔರಾದ್ ಶಾಸಕರಿಗೆ ನ್ಯಾಯಾಲಯ ನೋಟ... टाटीझरिया पुलिस ने कुख्यात अपराधी रामल... 13 CRPF Companies Deployed in Tripura... Tripura University to Set Up Japanese... Mohammed Azharuddeen celebrates centur... Himachal Pradesh Raises Free Power Roy...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

poonam

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 26 Nov 2026, 01:46 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

mandir

અહેવાલ: નાની મંગોઈ ખાતે નૂતન સંસ્કારધામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન
નાની મંગોઈ:
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય આશીર્વાદ અને પ્રેરણાથી તારીખ ૨૫/૧૧/૨૦૨૬, બુધવારના રોજ નાની મંગોઈ મુકામે નવનિર્મિત BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહોત્સવમાં ભગવાન સ્વામિનારાયણ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાની દિવ્ય મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂજ્ય કોઠારી બ્રહ્મજીવન સ્વામી તથા સંતોના હસ્તે સંપન્ન થઈ હતી. મહોત્સવના નિમંત્રક તરીકે પૂજ્ય વર્ણીનાથ સ્વામી, પૂજ્ય સંતદર્શન સ્વામી અને BAPS સત્સંગમંડળ નાની મંગોઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
મહોત્સવના મુખ્ય કાર્યક્રમો:
ભવ્ય શોભાયાત્રા (નગરયાત્રા): સવારે ૮:૦૦ થી ૯:૩૦ કલાક દરમિયાન નૂતન સંસ્કારધામના પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને ગ્રામજનો સહપરિવાર ઉત્સાહભેર જોડાયા હતા.
મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ: સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ કલાક સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી.
કથાવાર્તા સત્સંગ: સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન વિશેષ કથાવાર્તા સત્સંગ યોજાયો હતો, જેમાં સંતોના મુખેથી આધ્યાત્મિક માર્ગદર્શન અને સત્સંગના મહિમાનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થયો હતો.
મહાપ્રસાદ (ભોજન પ્રસાદ): પ્રતિષ્ઠા વિધિ બાદ બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ કલાક દરમિયાન પધારેલા સૌ હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
નૂતન સંસ્કારધામની પ્રાણપ્રતિષ્ઠા, સંતોના દર્શન અને સત્સંગનો દિવ્ય લાભ લઈને નાની મંગોઈ તથા આસપાસના વિસ્તારના હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી.
અહેવાલકર્તા:
BAPS સત્સંગમંડળ, નાની મંગોઈ.
📲Get App