🔥 TRENDING కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

PM‑JAYમાં 112 સારવાર પેકેજો હવે માત્ર સરકારી હોસ્પિટલમાં, ગુજરાતમાં અસર

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 14 Nov 2026, 06:33 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

1 ડિસેમ્બર 2026થી આયુષ્માન કાર્ડધારકોને 112 નિર્ધારિત બીમારીઓની સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં, ફક્ત સરકારી હોસ્પિટલમાં જ મળશે.

કેન્દ્ર સરકારની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM‑JAY) ના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય આરોગ્ય પ્રાધિકરણ (NHA)એ તમામ રાજ્યોના આરોગ્ય પ્રાધિકરણોને પત્ર લખીને સૂચના આપી છે કે 1 ડિસેમ્બર 2026થી 112 પ્રકારની સારવાર અને સર્જરી ફક્ત સરકારી હોસ્પિટલોમાં જ અનામત રહેશે.

પહેલાં માત્ર 23 પ્રકારની સારવાર સરકારી હોસ્પિટલ માટે રિઝર્વ હતી, હવે 89 નવા પેકેજ ઉમેરવામાં આવ્યા છે, જેથી કુલ 112 થઈ ગયા છે. નવી યાદીમાં આંખની સર્જરી (મોતિયો, કાચબિંદુ), સ્ત્રી રોગ (હાઈ રિસ્ક ડિલિવરી, ગર્ભાશય કાઢવાની સર્જરી), પેટ અને લિવરના રોગ (લિવરની બીમારી, હેપેટાઇટિસ, પેન્ક્રિયાટાઇટિસ, ભગંદર), ચેપ રોગ (મેલેરિયા, ચિકનગુનિયા) તેમજ તીવ્ર બ્રોન્કાઇટિસ, ગંભીર એનિમિયા, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવારનો સમાવેશ થાય છે.

આ ફેરફારથી આયુષ્માન કાર્ડધારકોને આ 112 બીમારીઓની સારવાર પોતાની નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં મફતમાં કરાવવાની સુવિધા ગુમાશે અને તેમને સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી હોસ્પિટલની દૂરી અને લાંબી રાહ જોવાની સમસ્યા ખાસ કરીને મોટી મુશ્કેલી બની રહેશે.

સરકારનું કહેવું છે કે આ સારવાર સરકારી હોસ્પિટલોમાં સારી રીતે થઈ શકે છે અને યોજનાનો ખર્ચ પણ ઘટશે. નોંધનીય છે કે આ ફેરફાર માત્ર આ 112 પેકેજો પર જ લાગુ થશે, બાકીની બીમારીઓની સારવાર અગાઉની જેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલુ રહેશે.

લાભાર્થીઓએ ડિસેમ્બર પહેલા જો કોઈ સર્જરીની જરૂર હોય તો વહેલી તકે તપાસ કરાવી લેવી, હોસ્પિટલમાં પુછવું કે તેમની બીમારી 112 યાદીમાં છે કે નહીં, અને આયુષ્માન કાર્ડનું e‑KYC પૂર્ણ છે કે નહીં તે ચકાસવું જોઈએ, નહિતર સારવારમાં અવરોધ આવી શકે છે.
📲Get App