🔥 TRENDING मार्क इंस्टीट्यूट ऑफ नर्सिंग में प्रवे... बिलासपुर के पठान मोहल्ले में सीसी रोड... बिलासपुर के शालेय क्रिकेट में उम्र और... રાજકોટમાં ખાનગી થિયેટરે દારૂ સાથે બર્થ... 3 सूत्री मांगों को लेकर पटवारी हड़ताल... गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

PM-KUSUM યોજનાથી આદિવાસી ખેડૂત ઈશ્વરભાઈ વસાવાનું જીવન બદલાયું

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 19 Nov 2026, 03:24 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બલ (મોઝદા) ગામના આદિવાસી ખેડૂત ઈશ્વરભાઈ દાજીયાભાઈ વસાવા માટે PM-KUSUM યોજના આશીર્વાદરૂપ બની છે. અગાઉ વરસાદ આધારિત ખેતી કરતા ઈશ્વરભાઈને પરિવારનું ગુજરાન ચલાવવા મજૂરી માટે શહેરોમાં જવું પડતું હતું. પરંતુ ત્રણ વર્ષ પહેલાં સોલાર પંપનો લાભ મળતાં તેમની ખેતીની સ્થિતિ બદલાઈ ગઈ છે. હ જોવે તેઓ વર્ષમાં ત્રણ પાક લઈ આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા છે.

સોલાર પંપથી ખેતીની આવક વધતાં તેમની દીકરીએ અંગ્રેજી વિષય સાથે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને હવે તેના ઉચ્ચ અભ્યાસ માટે પણ આર્થિક મુશ્કેલી રહી નથી. એટલું જ નહીં, અગાઉ પીવાનું પાણી દૂરથી લાવવું પડતું હતું, પરંતુ હવે પંપની મદદથી ઘર સુધી પાણીની સુવિધા મળી છે.

આદિવાસી ખેડૂતો માટે PM-KUSUM-B યોજના હેઠળ કેન્દ્ર સરકારની 60 ટકા અને રાજ્ય સરકારની 40 ટકા મળી કુલ 100 ટકા સહાય આપવામાં આવે છે. સોલાર પંપના ઉપયોગથી વીજળી અને ડીઝલના ખર્ચમાં બચત થાય છે, રાત્રે સિંચાઈ માટે જવાની મુશ્કેલી ઘટે છે અને પર્યાવરણને અનુકૂળ ખેતીને પ્રોત્સાહન મળે છે.

ઈશ્વરભાઈ વસાવાની સફળતા દર્શાવે છે કે સૌર ઊર્જા આધારિત ખેતી માત્ર ખેતરોને હરિયાળાં બનાવતી નથી, પરંતુ આદિવાસી પરિવારોને આર્થિક સ્વાવલંબન, શિક્ષણ અને સુખાકારી તરફ આગળ વધવાની નવી તક પણ પૂરી પાડે છે.
📲Get App