🔥 TRENDING ୫-ଟି ସ୍କୁଲ ପାଣ୍ଠିରେ ଅନିୟମିତତାର ହେବ ତଦନ... वजीरपुर में कांग्रेस की मुकेशी बाई निर... ଘରୁ ନେଇଗଲେ ୧୫ ଲକ୍ଷ ଟଙ୍କାର ସୁନାଗହଣା ଓ ନ... दावड़ा 33 केवी फीडर में बार-बार बिजली... Over 260,000 Without Power in Udaipur... జనగామ జిల్లా:కొడకండ్లలో ప్రశాంతంగా ముగ...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી ખાતે જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (PC-PNDT)ની બેઠક યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 28 Nov 2026, 02:04 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી ખાતે જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (PC-PNDT)ની બેઠક યોજાઈ


અમરેલી તા. ૨૭ નવેમ્બર
અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટી (પીસી-પીએનડીટી)ની મહત્વપૂર્ણ બેઠક તા. ૨૬-૧૧-૨૦૨૬ ના રોજ યોજવામાં આવી હતી. આ બેઠકમાં કમિટીના ચેરમેન શ્રી ડો. ગજેરા તથા અન્ય સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગત બેઠકની કાર્યવાહી નોંધને વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી તેમજ નવા અને રિન્યુઅલ રજિસ્ટ્રેશન તથા આપવામાં આવેલી મંજૂરીઓને મંજૂર કરવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લાના જાતિ પ્રમાણ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સમગ્ર જિલ્લાના રેશિયોમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો હતો. જો કે, તાલુકાવાર આંકડાઓના રિવ્યુ બાદ જે તાલુકાઓમાં જાતિ રેશિયો ઓછો જણાયો છે ત્યાં દીકરીઓની સંખ્યા વધે તે માટે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમો યોજવા અનુરોધ કરાયો હતો.

આ ઉપરાંત, જાતિ પ્રમાણ ઓછું ધરાવતા તાલુકાઓમાં ઝુંબેશ સ્વરૂપે સ્ટિંગ અને ડિકોય ઓપરેશન હાથ ધરવા કડક સૂચના આપવામાં આવી હતી. જિલ્લાના દરેક ક્લિનિકનું ૧૦૦ ટકા વેરિફિકેશન સુનિશ્ચિત થાય તે અંગે તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.
📲Get App