🔥 TRENDING కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... Nagaland Unveils New Agarwood Policy t... Two killed, six injured as Fortuner pl... Delhi records season's coldest morning...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

'ન્યાય જોઈતો હોય તો સરકારે આપેલું વળતર પાછું આપી દો...', અંકિતા ભંડારી હત્યાકાંડ અંગે ભાજપ MLAના નિવેદનથી હોબાળો

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 13 Nov 2026, 07:48 AM 👁 74
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉત્તરાખંડના ચકચારી અંકિતા ભંડારી હત્યાકાંડને લઈને રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય દિલીપ રાવતે અંકિતા ભંડારીના માતા-પિતાને સલાહ આપતા કહ્યું છે કે, જો તેઓ પોતાની દીકરી માટે માત્ર ન્યાય જ ઈચ્છતા હોય તો તેમણે સરકાર તરફથી મળેલું વળતર ઠુકરાવી દેવું જોઈએ. ભાજપના ધારાસભ્યના આ નિવેદન બાદ કોંગ્રેસે આકરો પ્રહાર કરતા તેને ભાજપની 'મહિલા વિરોધી માનસિકતા' ગણાવી છે.
સરકારી મદદ સ્વીકારવા પર ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

મીડિયા સાથેની વાતચીતમાં ધારાસભ્ય દિલીપ રાવતે જણાવ્યું હતું કે હું અન્યાયનો ભોગ બનેલી દરેક મહિલાની સાથે ઊભો છું અને ન્યાયની માંગમાં અંકિતાના પરિવારનું સમર્થન કરું છું. જોકે, રાજ્ય સરકારની કાર્યવાહીથી અસંતુષ્ટ હોવા છતાં પરિવારે સરકારી સહાય સ્વીકારી હોવા સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા. રાવતે કહ્યું કે, "જ્યારે અંકિતાના માતા-પિતા કહે છે કે તેમને ન્યાય નથી મળ્યો અને સરકારના તમામ પ્રયાસોથી નાખુશ છે, તો તેમણે સરકાર તરફથી મળેલી તમામ મદદનો ઈનકાર કરી દેવો જોઈએ અને માત્ર ન્યાયની જ વાત કરવી જોઈએ." તેમણે એવું પણ ઉમેર્યું કે મને ખબર નથી કે સરકારે કોઈ મદદ આપી છે કે નહીં, પરંતુ સરકારને પણ પરિવારની માંગ પર ગંભીરતાથી વિચાર કરીને ન્યાય અપાવવાની દિશામાં કામ કરવું જોઈએ.

કોંગ્રેસનો પલટવાર: 'VIP' ગુનેગારને બચાવવાના પ્રયાસો

દિલીપ રાવતની આ ટિપ્પણી પર ઉત્તરાખંડ કોંગ્રેસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું અંકિતાના પરિવારને આ શરતે વળતર અપાયું હતું કે તેઓ આ કેસમાં સંડોવાયેલા 'VIP' ને બેનકાબ કરવાની માંગ નહીં ઉઠાવે? ધસ્માનાએ કહ્યું કે, "વળતર જનતાની પરસેવાની કમાણીના સરકારી ખજાનામાંથી અપાયું છે, નહીં કે ભાજપની પોતાની તિજોરીમાંથી. ભાજપ અસલી ગુનેગાર VIP ને બચાવવા અવનવા બહાના હેઠળ પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે અસલી દોષિતને કાયદાના કઠેડામાં ઊભો રાખશે."

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે ઋષિકેશ નજીક આવેલા વનંત્રા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીની 18 સપ્ટેમ્બર 2022 ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં અદાલતે રિસોર્ટના માલિક પુલકિત આર્ય અને તેના બે કર્મચારીઓ સૌરભ ભાસ્કર તથા અંકિત ગુપ્તાને આજીવન કેદની સજા સંભળાવી ચૂકી છે.
📲Get App