🔥 TRENDING Shillong Lajong Aims to Reclaim Glory... Rajasthan CM vows grand showcase of st... Supreme Court Orders Rajasthan HC to H... College teachers in Amritsar go on col... भारतीय किसान संघ कासगंज की बैठक में सं... ED raids illegal Dream Medios colonies...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા: LCB અને SOG પોલીસએ 12 દિવસમાં 12 ગુનાઓ ઉકેલ્યાં..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Nov 2026, 06:39 PM 👁 32
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં 16/11 થી 28/11/2026 દરમિયાન LCB અને SOG પોલીસએ ચોરી, ઘરફોડ, વિદેશી દારૂ અને NDPS સંબંધિત 12 ગુનાઓ ઉકેલીને 15 આરોપીઓની ધરપકડ કરી..

બનાસકાંઠા જિલ્લામાં 16 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર 2026 દરમિયાન LCB અને SOG પોલીસએ ચોરી, ઘરફોડ, વિદેશી દારૂ અને NDPS સંબંધિત 12 ગુનાઓ ઉકેલીને 15 આરોપીઓની ધરપકડ કરી.આ કામગીરીમાં ઘેટાં‑બકરાં ચોરીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો અને ડીસા શહેરની બે ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબજે કરવામાં આવી..

NDPS સંબંધિત 8 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા અને 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાત સરકારના ‘NO DRUGS IN BANASKANTHA’ અભિયાન અંતર્ગત પણ માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વિદેશી દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરીને દારૂ અને બિયરના મોટા જથ્થા જપ્ત કરવામાં આવ્યા,જેમાં 2 ગુનાઓ અને 1 આરોપીની ધરપકડ કરવામાં આવી.આ કામગીરીમાં કુલ 12 ઘરફોડ ચોરી સહિતના ગુનાઓ શોધવામાં આવ્યા અને 5 નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. સતત પોલીસ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો અને સ્થાનિક સુરક્ષા સ્થિતિમાં સુધારો થયો.
📲Get App