🔥 TRENDING జీకే వీధి మండల పగ్గాలు వైఎస్సార్సీపీకి... સુરતની ડૉ. પારુલ વડગામા: 18 વર્ષથી TB... સાબરકાંઠા જિલ્લાના ગામોમાં સીસીટીવી સ્... ठाणे जिल्ह्याला दुष्काळाच्या यादीतून व... जेल से निकलते ही आज़म खान ने किया घोषण... Manipur Governor Inaugurates New Healt...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પશુ વેપારના બહાને ગામોમાં રેકી કરી રાત્રિના સમયે ઘરેણાં લૂંટતી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય LCBએ કર્યો પર્દાફાશ

✍️ Reporter: Gilani Asikali 🗓 19 Nov 2026, 09:21 AM 👁 108
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના ડરાણ અને સિયાવાડા સહિત આસપાસનાં ગામોમાં ફફડાટ મચાવતી લૂંટારુ ગેંગ પોલીસના સકંજામાં
સાણંદ તાલુકાના ડરણ અને સિયાવાડા સહિત આસપાસનાં ગામોમાં રાત્રિના સમયે લોકોના કાન કાપી ઘરેણાં લૂંટવાની ઘટનાઓને અંજામ આપતી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCB દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન પશુ વેપાર કરવાના બહાને ગામોમાં ફરતા અને સ્થાનિક વિસ્તારોની રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના સમયે તકનો લાભ લઈ લોકો પર હુમલો કરી તેમના કાન કાપીને સોનાના ઘરેણાં લૂંટી ફરાર થઈ જતા હતા.
આ ગેંગના સભ્યોને અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં હોવાથી આસપાસનાં ગામોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસની સતર્કતા અને કામગીરીને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. સાથે જ ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે. રિપોર્ટર આસીકઅલી ગીલાણી વિરમગામ
📲Get App