🔥 TRENDING উৎসবের আনন্দের মাঝেই শোকের ছায়া! বেলড... एक सर्वेक्षण चल रहा है ग्रामीण की जमीन पर अवैध अतिक्रमण Haryana shifts 32 IFS officers, reshuf... North India Winter Air Pollution Tied... CGBSE Releases 2027 Exam Timetable for...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લી LCB દ્વારા પોશડોડા ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો, ફાયરિંગ બાદ એક આરોપી ઝડપાયો..
Crime

અરવલ્લી LCB દ્વારા પોશડોડા ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો, ફાયરિંગ બાદ એક આરોપી ઝડપાયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 02 Oct 2026, 06:18 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મધરાત્રીના સમયે અરવલ્લી LCB ની ટીમે પોશડોડા ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન કારમાં સવાર આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કરતાં જવાબી કાર્યવાહીમાં એક આરોપી ઝડપાયો છે..

અરવલ્લીમાં-:
LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા NDPS (નશીલા પદાર્થો) સંબંધિત ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.મધરાત્રીના સમયે, LCB ની ટીમે એક શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જે પોશડોડા (અફીણનો ગર્ભ) થી ભરેલી હોવાનું જણાયું હતું.કારમાં સવાર આરોપીઓએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો,જેના પગલે LCB ટીમે ફિલ્મી ઢબે તેનો પીછો શરૂ કર્યો હતો..

પીછો દરમિયાન કારમાં સવાર આરોપીઓએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.પરિસ્થિતિને કાબૂમાં લેવા અને પોતાની સુરક્ષા માટે, LCB ટીમે પણ જવાબી ફાયરિંગ કર્યું હતું.આ સામસામે થયેલા ફાયરિંગ બાદ, પોલીસે એક આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો.પોલીસની કાર્યવાહીમાં આરોપી પાસેથી ૨ પિસ્તોલ કબજે કરવામાં આવી છે.આ ઉપરાંત જે કારમાં આરોપીઓ પોશડોડાનો જથ્થો લઈ જઈ રહ્યા હતા તે કાર પણ કબજે લેવામાં આવી છે.LCB ની આ કાર્યવાહી NDPS ગુનાખોરી સામે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
📲Get App