🔥 TRENDING କଟକର ମାତାମଠ ନିକଟ କପଡ଼ା ସୋରୁମ୍‌ରେ ଅଗ୍ନି... 1,152 Gujarat Police Officers Set to P... Gujarat Inaugurates 3D Virtual Museum... Gujarat's new waste-to-energy policy o... Thieves steal Rs 1.25 crore of jewelle... Balaghat Air Hostess Murder Case: Vide...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા: LCBએ ચોરીના બુલેટ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લીધો
Crime

મહેસાણા: LCBએ ચોરીના બુલેટ મોટરસાયકલ સાથે એક શખ્સને ઝડપી લીધો

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Aug 2026, 08:22 AM 👁 128
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણાના ભોંયરાવાસ વિસ્તારના રહેવાસીને પાલાવાસણા બ્રિજ પાસેથી ચોરી કરેલા બુલેટ સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની ટીમે ભોંયરાવાસ વિસ્તારમાં રહેતા રાવળ ભરતભાઈ ત્રિકમભાઈ નામના શખ્સને ચોરીના બુલેટ મોટરસાયકલ સાથે ઝડપી લીધો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ આશરે આઠ દિવસ પહેલા પાલાવાસણા બ્રિજ નીચે પાર્ક કરેલું બુલેટ ચોરી કર્યું હતું. ચોરી કર્યા બાદ તે પોતાના શોખ માટે આ બુલેટ લઈને વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યો હતો.

આખરે મહેસાણા LCBની ટીમે બાતમીના આધારે આરોપીને ચોરીના બુલેટ સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App