🔥 TRENDING Canadian PM Mark Carney says India is... Bangladesh PM Accuses Sheikh Hasina of... Modi Taps GTA 6 Hype to Promote ‘New I... Deccan Herald editorial says political... Tamil Thriller ‘Drones’ to Premiere on... ‘Mr Bhaarath’ to Release on 11 Dec 202...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Jahaj

✍️ Reporter: Sabir Haji 🗓 11 Oct 2026, 10:35 PM 👁 103
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Sabir haji

દ્વારકાના રૂપેણ બંદરની સામે દરિયામાં આશરે ૭ થી ૮ માઈલના અંતરે ૨૦ થી ૨૫ જેટલા મોટા ઈસ્ટીમરો (જહાજો) લાંગરીને (લંગર નાખીને) રાખવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક નાના માછીમારો માટે માછીમારી કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
સમસ્યા અને માછીમારોની વ્યથા:
* જાળી-ઝાળનું નુકસાન: દરિયામાં આટલી મોટી સંખ્યામાં ઈસ્ટીમરો ઊભા રહેવાને કારણે નાના માછીમારોના ઝાળ અને સાધનોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
* માછીમારી પર અંકુશ: રૂપેણ બંદરની સામે જ આ જહાજો ઊભા હોવાથી નાના માછીમારોને માછીમારી કરવા માટે પૂરતી જગ્યા મળતી નથી, જેથી તેમની રોજીરોટી પર સીધી અસર પડી રહી છે.
માછીમારોની મુખ્ય માંગ:
સ્થાનિક માછીમારોની સરકાર અને તંત્ર પાસે સ્પષ્ટ માંગ છે કે:
૧. રૂપેણ બંદર (દ્વારકા)ની સામે આ રીતે ઈસ્ટીમરો નાંગરવામાં ન આવે.
૨. આ ઈસ્ટીમરોને અહીંથી ખસેડીને દરિયામાં અન્ય કોઈ સુરક્ષિત કે યોગ્ય જગ્યાએ લંગર કરવાની વ્યવસ્થા કરવામાં આવે.
૩. જેથી નાના માછીમારો કોઈ પણ નુકસાન વગર પોતાની માછીમારી અને ધંધો કરી શકે.
📲Get App