🔥 ट्रेंडिंग ਜਲੰਧਰ ਗਰ੍ਹਾ ਰੋਡ 'ਤੇ ਸ਼੍ਰੀ ਰਾਮ ਯਾਗ ਅਤੇ... आप सभी को संविधान दिवस की हार्दिक शुभक... ବିଦ୍ୟୁତ୍ କର୍ମଚାରୀଙ୍କ ଆନ୍ଦୋଳନକୁ ନେଇ ସରକ... झाँसी में सड़क सुरक्षा पखवाड़ा: अवैध प... ତହସିଲଦାରଙ୍କୁ ଟ୍ରାକ୍ଟର ମଡ଼ାଇ ହତ୍ୟା ଉଦ୍ୟମ Sandikt गाड़ी
26 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મટોડા GIDC નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ મોત, 3-4 વર્ષની દીકરીનો ચમત્કારિક બચાવ

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 26 नव. 2026, 01:04 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ જિલ્લાના મટોડા GIDC વિસ્તારમાં વડ વાજડી ગામની ગોળાઈ પાસે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. એક ટ્રકે એક્ટિવા પર જઈ રહેલા પતિ-પત્નીને અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
પ્રાથમિક વિગતો અનુસાર, એક્ટિવા પર પતિ-પત્ની સાથે આશરે 3થી 4 વર્ષની નાની દીકરી પણ સવાર હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્નીએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમની સાથે રહેલી માસૂમ દીકરીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. એક જ પરિવારના બે સભ્યોનાં મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.
માસૂમ દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, અકસ્માતે પરિવારનો માળો વિખેરી નાખ્યો.
📲Get App