🔥 ट्रेंडिंग सेविसेज़ बनाम नागालैंड: 19 नवंबर 2026... नागालैंड का संयुक्त बिक्री दिवस दिखाए... नागालैंड विश्वविद्यालय में अंतरराष्ट्र... मणिपुर में सेना वाहन दुर्घटना में दो म... सिक्किम बनाम मणिपुर: 20 नवम्बर 2026 के... मणिपुर उच्च न्यायालय ने पुलिस को गिरफ्...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં નગરપાલિકા અને GEBની બેદરકારી: રસ્તા પર મોટો ખાડો, પાણીની લાઈન તૂટતાં હાલાકી

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 17 अक्टू. 2026, 11:15 PM 👁 91
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના છાપ્રિયા ફાયર સ્ટેશન નજીક તંત્રની ઘોર બેદરકારીને કારણે રસ્તા પર મોટો ખાડો પડ્યો છે. વીજળી વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કામગીરી બાદ ખાડો પુરવામાં ન આવતાં પીવાના પાણીની લાઈન પણ તૂટી છે, જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં છાપ્રિયા ફાયર સ્ટેશનની બિલકુલ બાજુમાં જ રસ્તા પર એક વિશાળ અને જોખમી ખાડો પડી ગયો છે. તંત્રની બેદરકારીને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ માર્ગ પરથી પસાર થતા હોવાથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

આ ઉપરાંત, ફાયર સ્ટેશનની નજીક જ ખાડો હોવાથી કોઈ આગ જેવી આકસ્મિક ઘટના બને ત્યારે ફાયર બ્રિગેડનું વાહન પણ સમયસર બહાર નીકળી શકે તેમ નથી, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે. તંત્રના અસંકલન અને એકબીજા પર દોષારોપણની વૃત્તિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વીજળી કંપની (GEB) દ્વારા અંડરગ્રાઉન્ડ કામગીરી કરવામાં આવી હતી. પરંતુ, કામગીરી પૂર્ણ થયા બાદ ખાડાને યોગ્ય રીતે પુરવામાં આવ્યો ન હતો. આ બેદરકારીના કારણે પીવાના પાણીની મુખ્ય લાઈન પણ તૂટી ગઈ છે, જેના પરિણામે પાણી પુરવઠામાં પણ વિક્ષેપ સર્જાયો છે અને લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે.
📲Get App