🔥 TRENDING પ્રાંતિજ નજીક હાઈવે પર અકસ્માતમાં ડીઝલ... திருப்பூரை சேர்ந்த மது மயக்கத்தில் இரு... उमाशंकर के अंदाज में रसड़ा की सियासत म... కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે DMF ગ્રાન્ટમાંથી 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થશે

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Nov 2026, 11:40 AM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે DMF ગ્રાન્ટમાંથી 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થશે
રાજુલા જાફરાબાદ વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે DMF ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી ચાર એમ્બ્યુલન્સનું લોકાર્પણ તા. 14 નવેમ્બર 2026ના રોજ કરવામાં આવશે.
આ ચાર એમ્બ્યુલન્સ નાગેશ્રી, બાબરકોટ, ટીંબી અને અર્બન જાફરાબાદ સિટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવવામાં આવી છે. આ સુવિધાથી વિસ્તારના લોકોને કટોકટીના સમયે આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં મદદ મળશે.
આ લોકાર્પણ કાર્યક્રમ તા. 14 નવેમ્બર 2026ના રોજ સાંજે 4:30 કલાકે જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાશે.
📲Get App