🔥 TRENDING गुरवा चौक में बिना नंबर प्लेट गाड़ी से... তৃণমূল পন্থী মনোভাব বিজেপি কর্মীরা ২০০... UP Congress In‑Charge Says SP Alliance... Taj Mahal Urs Committee Demands Action... Woman and Two Daughters Perish in Hous... Sikkim to Host 3rd All‑India Judges Ba...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

શહેરાના ખોડિયાર CSC કેન્દ્ર સામે ₹20,000 ની નાણાકીય ગેરરીતિનો આક્ષેપ

✍️ Reporter: TAVIYAD JASVANTBHAI 🗓 11 Nov 2026, 04:48 PM 👁 83
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કવાલી ગામના રહેવાસી બારિયા રમણભાઈ લક્ષ્મણભાઈના બેંક ખાતામાંથી ₹20,000 ઉપાડવામાં આવ્યા હોવાના આરોપમાં CSC કેન્દ્ર સામે ગંભીર આક્ષેપ.

શહેરાના ખોડિયાર CSC કેન્દ્ર સામે ગંભીર આક્ષેપ. કવાલી ગામના રહેવાસી બારિયા રમણભાઈ લક્ષ્મણભાઈના બેંક ખાતામાંથી ₹20,000 ઉપાડવામાં આવ્યા હોવાના આરોપમાં CSC કેન્દ્ર સામે નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

રમણભાઈના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પૈસા લેવા ગયા ત્યારે CSC કેન્દ્ર દ્વારા તેમને બીજા દિવસે સવારે આવીને પૈસા લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ આશરે 7થી 8 દિવસ વીતી જવા છતાં તેમને હજુ સુધી તેમના પૈસા પરત મળ્યા નથી.

ગ્રાહક મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના પૈસા ક્યાં ગયા તે અંગે સવાલ ઊભો થયો છે. જો પૈસા ઉપાડવામાં આવ્યા હોય તો કેમ પરત આપવામાં આવતા નથી તે પ્રશ્ન ઉઠ્યો છે.

તંત્ર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ગ્રાહકને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
📲Get App