राजनीति
સાબરકાંઠા: હિંમતનગર તાલુકા માં BJP ને સંગઠન મજબૂત કરવા ટિફિન બેઠક..
હિંમતનગર તાલુકા, કાંકણોલના શંકરધામ આશ્રમમાં યોજાયેલી ટિફિન બેઠકમાં જિલ્લા BJP અધિકારીઓએ સંગઠન મજબૂત કરવા અને આવનારી પ્રવૃત્તિઓ પર ચર્ચા કરી, અને ટિફિન ભોજન સાથે એકતા ઉજવી..
સાબરકાંઠામાં-:
હિંમતનગર તાલુકા કાંકણોલ સ્થિત શંકરધામ આશ્રમમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિફિન બેઠક યોજાઈ.બેઠકમાં જિલ્લા BJP ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ,પ્રભારી રાકેશભાઈ પટેલ,ઉપપ્રમુખ પ્રવીણસિંહ રહેવર, જિલ્લા BJP મંત્રી દિલીપસિંહ મકવાણા,બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ પંચાલ, મંડળ અધ્યક્ષ હિતેશભાઈ પટેલ,પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિજયભાઈ વણઝારા, મહામંત્રી ભવરસિંહ,ભગીરથસિંહ ઝાલા અને અન્ય અનેક અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.બેઠક દરમિયાન પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા, આવનારી વિવિધ સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અને લોકહિત કાર્યો અંગે આગેવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. તમામ સભ્યોએ સંગઠન શક્તિ અને કાર્યકર્તા એકતા વધારવા માટેની યોજનાઓને સમર્થન આપ્યું..
બેઠકના અંતે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સાથે ટિફિન ભોજન ગ્રહણ કરીને એકતા અને આત્મીયતા ભર્યો સમય વિતાવ્યો.આ સમૂહભોજન દ્વારા સભ્યો વચ્ચે સંબંધો મજબૂત થયા અને સહકારની ભાવના પ્રગટ થઈ.સંગઠન શક્તિ કાર્યકર્તા એકતા અને સામૂહિક સહભાગિતાના ભાવ સાથે બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ. તમામ કાર્યકર્તા મિત્રોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું.