🔥 TRENDING New Movies and Web Series to Stream Th... Octopus Tamil Web Series Now Streaming... UK Trailer Released for Edinburgh Film... Grey's Anatomy Season 23 Premieres on... Avengers: Doomsday Breaks Advance Book... Maharashtra, Uttar Pradesh Share Gymna...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

વિદેશની ઘેલછામાં 9.25 લાખ ભારતીયોએ છોડી દેશની નાગરિકતા, 5 વર્ષના આંકડામાં 40 ટકાનો વધારો, રિપોર્ટમાં ખુલાસો

✍️ Reporter: sutariya kalpeshbhai haribhai 🗓 27 Nov 2026, 11:31 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં 140 કરોડથી વધુ નાગરિકો રહે છે. વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય નાગરિકો વસવાટ કરે છે, જેમાંથી ઘણા લોકોએ જે-તે દેશની નાગરિકતા મેળવી લીધી છે. તાજેતરમાં એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020 થી 2024 દરમિયાન લગભગ 9.25 લાખ ભારતીય નાગરિકોએ દેશની નાગરિકતા છોડી OECDના સભ્ય દેશની નાગરિકતા મેળવી છે.


વિદેશની ઘેલછામાં 9.25 લાખ ભારતીયોએ છોડી દેશની નાગરિકતા

ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(OECD) દ્વારા આ મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલા 'ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2026'માં આ આંકડો સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, આ આંકડા અગાઉના 5 વર્ષના સમયગાળા દરમિયાન નોંધાયેલા આંકડા કરતાં 40 ટકા વધુ છે.

ભારતે કયા દેશોને પાછળ છોડી દીધા?

આ સમયગાળા દરમિયાન, OECD સભ્ય દેશોમાં નાગરિકત્વ મેળવનારા વ્યક્તિઓના મૂળ દેશોમાં ભારત મોખરે રહ્યું છે. જેમાં ભારતે મેક્સિકો અને સીરિયાને પાછળ છોડી દીધા છે. જેમાં OECD સભ્ય દેશોમાં મેક્સિકોના 5,90,248 નાગરિકોએ અને સીરિયાના 5,88,219 નાગરિકોએ નાગરિકત્વ મેળવ્યું છે.

વર્ષ 2015-2019ના સમયગાળા દરમિયાન નાગરિકત્વ મેળવનારા ભારતીયોની સંખ્યા 6,54,821 હતી. જે 2020થી 2024 વચ્ચે વધીને 9.25 લાખ થઈ ગઈ છે. ભારત ઉપરાંત, નાગરિકત્વ મેળવનારા સીરિયન નાગરિકોની સંખ્યામાં લગભગ 5 ગણો વધારો જોવા મળ્યો છે. જ્યારે નાગરિકત્વ મેળવનારા ચીની નાગરિકોની સંખ્યામાં 11.9 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કયા OECD દેશે સૌથી વધુ ભારતીયોને નાગરિકતા આપી છે?


OECDમાં 38 સભ્ય દેશોનો સમાવેશ થાય છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુરોપના કેટલાક દેશો સામેલ છે. આમાં, ભારતીયોને નાગરિકતા આપવામાં કેનેડા મોખરે છે. રિપોર્ટ મુજબ, દેશવાર આંકડા દર્શાવે છે કે 2024માં 230,337 ભારતીય નાગરિકોએ OECD સભ્ય દેશોની નાગરિકતા મેળવી છે. જે 2023ના 224,630ના આંકડા કરતાં વધુ છે. જેમાં કેનેડાએ 87,320 ભારતીયોને નાગરિકતા આપી છે.

ત્યારબાદ નાગરિકતા પ્રદાન કરવાના મામલે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે. જ્યાં અનુક્રમે 48,820 અને 28,969 ભારતીય નાગરિકોને નાગરિકતા મળી છે. આ દરમિયાન 2020 થી 2024 વચ્ચે આશરે 2.61 લાખ ભારતીયો કેનેડાના નાગરિક બન્યા છે.
📲Get App