🔥 ट्रेंडिंग కృష్ణాజిల్లా గుడివాడ పురపాలక సంఘం ఎన్న... 13 வயது யோகலட்சுமி 19 நவம்பர் 2026 கால... बाड़मेर में चुनावी पारा चढ़ा, परिणाम क... नागालैंड ने एगरवुड नीति लागू की, वन आध... डेल्ही में फॉर्च्यूनर ने ऑटो को टक्कर... दिल्ली में इस मौसम की सबसे ठंडी सुबह,...
19 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત: બે કલાકમાં 9 ઝોનમાં સરેરાશ 52 મી.મી. વરસાદ નોંધાયો
मौसम

સુરત: બે કલાકમાં 9 ઝોનમાં સરેરાશ 52 મી.મી. વરસાદ નોંધાયો

✍️ Kansagara dipkumar chetanbhai 🗓 07 जुल. 2026, 09:31 AM 👁 139
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકાના 9 ઝોનમાં બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન થયેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 105 મી.મી. વરસાદ નોંધાયો.

સુરત શહેરમાં ગત 06/07/2026 ના રોજ બપોરે 4.00 થી 6.00 વાગ્યા દરમિયાન થયેલા ભારે વરસાદની વિગતો સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ બે કલાકના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

મહાનગરપાલિકાના નવ ઝોન પૈકી, સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 105 મી.મી. વરસાદ નોંધાયો હતો. રાંદેર ઝોનમાં 63 મી.મી. અને કતારગામ ઝોનમાં 96 મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે વરાછા ઝોન એ માં 30 મી.મી. અને વરાછા ઝોન બી માં 18 મી.મી. વરસાદ નોંધાયો હતો.

અન્ય ઝોનની વાત કરીએ તો, લિંબાયત ઝોનમાં 58 મી.મી., અઠવા ઝોનમાં 24 મી.મી. અને ઉધના ઝોન એ અને બી માં સંયુક્ત રીતે 22 મી.મી. વરસાદ નોંધાયો હતો. સમગ્ર શહેરની સરેરાશ વરસાદ 52 મી.મી. રહેવા પામી હતી.
📲Get App