🔥 TRENDING Anushka Shetty Sells Hyderabad Residen... Actress Sreeleela’s Telugu film hiatus... Democratic Lawmakers Link US Funding B... Government to Establish Central Author... Tripura SW & SE Minister pledges maste... Siberian migratory birds spotted acros...
20 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોટાદમાં રાજપરા કેનાલમાં 80 વર્ષીય વૃદ્ધનું ડૂબીને મૃત્યુ, 2.5 કલાકની શોધમાં મૃતદેહ મળી

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 11 Nov 2026, 07:15 PM 👁 70
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોટાદ ફાયર બ્રિગેડની 2.5 કલાકની સર્ચ ઓપરેશન બાદ રાજપરા ગામની કેનાલમાં ડૂબેલા 80 વર્ષીય વૃદ્ધ વેલાભાઈ મોહનભાઈ જેજરિયાનો મૃતદેહ મળી આવ્યો.

બોટાદ જિલ્લામાં રાજપરા ગામની નજીક આવેલી કેનાલમાં એક વૃદ્ધ વ્યક્તિ ડૂબી ગયા હોવાની જાણ મળતા જ રાજપરા ગામના સરપંચ શ્રી પ્રદિપસિંહ દ્વારા નબોટાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઉપકરણો સાથે સ્થળે પહોંચી અને શોધખોળ શરૂ કરી.

ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ, રાજેન્દ્રસિંહ, વેલશીભાઈ, ચિરાગભાઈ, રાજુભાઈ સહિતની ટીમે અઢી કલાક સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું. ઓપરેશન દરમિયાન રાજપરા ગામના સરપંચ પ્રદીપસિંહ અને સ્થાનિક તરવૈયાઓએ પણ સહયોગ આપ્યો.

લાંબી શોધખોળ બાદ કેનાલમાંથી વૃદ્ધનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. મૃત્યુ પામેલ વ્યક્તિની ઓળખ વેલાભાઈ મોહનભાઈ જેજરિયા (ઉંમર આશરે 80 વર્ષ, રહેવાસી રાજપરા) તરીકે થઈ.

ઘટના બાદ ફાયર અધિકારી કુલદીપસિંહ ડોડીયાએ નાગરિકોને અપીલ કરી કે, "તરતા આવડતું હોય તો પણ કેનાલ, નહેર કે કૂવા જેવા જોખમી જળાશયોમાં ઉતરવાનું ટાળવું જોઈએ. પાણીનો પ્રવાહ અને ઊંડાઈનો સાચો અંદાજ ન હોય તો આવી દુર્ઘટનાઓ બની શકે છે, તેથી સાવચેતી રાખો."
📲Get App