🔥 TRENDING Udaipur Celebrates Diwali with Shubhdi... चाटवाड़ा गाँव में चोरी की घटना: दो अपर... Ganb Supreme Court Rejects Tamil Nadu’s Req... Decomposed Woman's Body Discovered Ins... AIADMK Criticizes CM Vijay for Priorit...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવા ધામમાં ભક્તિનો મહાસાગર! ભાથીજી મહારાજના દર્શન માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ઉમટ્યા હજારો8 શ્રદ્ધાળુઓ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 22 Nov 2026, 05:54 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ગામે દેવદિવાળીના પવિત્ર પર્વ નિમિત્તે ભક્તિ, શ્રદ્ધા અને આદિવાસી લોકસંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. તા. 23 અને 24 નવેમ્બરના રોજ યોજાનારા ભાથીજી મહારાજના ભાતીગળ મેળાને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા ભાદરવા ધામ તરફ આવી રહ્યા છે.

ઢોલ-નગારાંના ગુંજતા નાદ, ભાથીજી મહારાજના જયઘોષ અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી સમાજના ભક્તો સાથે સમગ્ર યાત્રામાર્ગ ભક્તિમય બની રહ્યો છે. ખાસ કરીને પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી મહિલાઓનાં લોકનૃત્યો અને લોકગીતો સૌનું ધ્યાન ખેંચી રહ્યાં છે.

ભાથીજી મહારાજની ગૌરક્ષા અને શૌર્યની લોકગાથા આજે પણ આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અનેક ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા આખા ગામને સાથે લઈને પગપાળા ભાદરવા ધામ પહોંચે છે. સાગબારા તાલુકાના ઉમાનગામના દિગમ્બર વસાવા પણ પાંચ વર્ષની માનતા પૂર્ણ થતાં ગામલોકો સાથે ભાથીજી મહારાજનાં દર્શન કરવા નીકળ્યા છે.

આ યાત્રામાં ધાર્મિક શ્રદ્ધાની સાથે માનવસેવાના પણ સુંદર દર્શન થઈ રહ્યા છે. ચિમીપાણી, જલારામ મંદિર, યાલ, ખૂટાઆંબા અને મોટા લીમટવાડા સહિતના સ્થળોએ ગ્રામજનો દ્વારા પદયાત્રીઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. રસ્તામાં ભક્તોને ભોજન, પાણી અને જરૂરી સુવિધાઓ પૂરી પાડીને સેવાભાવી લોકો પણ આ ધાર્મિક યાત્રામાં સહભાગી બની રહ્યા છે.

ભાદરવા ધામનો આ મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, એકતા અને સામૂહિક શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે. લોકગીતો, નૃત્ય, ઢોલ-નગારાં અને ભક્તોના જયઘોષ વચ્ચે ભાદરવા ધામમાં ભક્તિનો અનોખો રંગ છવાઈ રહ્યો છે.

**ભાથીજી મહારાજના આશીર્વાદ મેળવવા ઉમટતા હજારો શ્રદ્ધાળુઓ અને સેવાભાવી લોકોની આસ્થા સાથે ભાદરવા ધામનો મેળો ફરી એકવાર ગુજરાત અને મહારાષ્ટ્રના આદિવાસી સમાજ માટે શ્રદ્ધા અને સંસ્કૃતિનો યાદગાર ઉત્સવ બની રહ્યો છે.**
📲Get App